ખેડબ્રહ્મા: શહેરની હરણાવ નદી કિનારે આવેલા મંદિરે જલારામ જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ
આજે જલારામ બાપાની જન્મ જયંતી છે ત્યારે ખેડબ્રહ્મા શહેરમાં જલારામ બાપાની જન્મ જયંતીની ભક્તો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હરણાવ નદી કિનારે આવેલા મંદિરે થી બપોરે 12 વાગ્યા ની આસપાસ વાજતેગાજતે ડીજે ના તાલે ભવ્ય બગી સાથે શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી નીજ મંદિરે પહોંચી હતી. ત્યારે આ પ્રસંગે શહેરના મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ત્યારે ભક્તોએ આજે જલારામ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.