અંકલેશ્વર: તાલુકા પોલીસે ગેરકાયદેસર રીતે સ્ટોર કરેલ હેઝાર્ડ વેસ્ટ જેવું પ્રવાહી મળી કુલ 2.34 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપ્યો
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામ પાસે આવેલ કામધેનુ એસ્ટેટ-4 સ્થિત ગોડાઉનમાં અનઅધિકૃત અને અસુરક્ષિત તેમજ ભયજનક રીતે ગેરકાયદે અત્યંત જવલનશીલ કેમિકલ્સનો જથ્થો સહિત વેસ્ટ કેમિકલ્સ લિકવિડ,ઘન કચરો રાખેલ છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડયાં હતા.અને સ્થળ પરથી વેસ્ટ કેમિકલ્સ લિકવિડ 8330 અને ધાબા પર મૂકેલ દુર્ગંધ મારતી માટી મળી કુલ 2.34 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.