આજરોજ વડોદરા વન વિભાગ ની ટીમ ને શહેરના ધણીયાવી ગામથી કોલ આવ્યો હતો અને એક નાગરિકે તેમના ગામમાં અઝગર આવી ગયો હોવા અંગેની રજૂઆત કરી હતી. જે અનુસંધાને વડોદરા વન વિભાગની ટીમ શહેરના છેવાડે આવેલા ધણીયાવી ગામ ખાતે પહોંચી હતી અને લગભગ એક કલાક ની જહેમત ઉઠાવ્યા બાદ આશરે સાત ફૂટના અઝગર નુ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.અને ત્યાર બાદ આ અઝગર ને વન વિભાગ ની કચેરી ખાતે લઈ આવવામાં આવ્યો હતો.