સિધ્ધપુર: મુખ્યમંત્રી વડાપ્રધાનના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું
Sidhpur, Patan | Sep 17, 2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનશક્તિને જલશક્તિ સાથે જોડીને જળ સંચય,જળ સિંચન તથા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડી જન સુરક્ષા સુનિશ્ચિત કરવાના આપેલા વિઝનને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે.