ભરૂચ: શુકલતીર્થ ગામે 3 દિ'માં 52 બસે 9 હજાર કિમી અંતર કાપી 11 હજારને મુસાફરી કરાવી
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે દર વર્ષેની જેમાં આવર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સમગ્ર ગુજરાતમાં થી અંદાજિત 4થી 5 લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડે છે. જેની મનોરંજનથી માડી ખાણી-પીણી સહિતની તમામ વ્યવસ્થા શુકલતીર્થ ગ્રામ પંચાયત થકી કરવામાં આવે છે.આ મેળામાં બહારગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ થકી આયોજન કરીને ત્રણ દિવસ માટે વધારાની બસો ની ફાળવણી કરવામાં આવી હતી.