ચોટીલા: ચોટીલા હાઇવે પર એક ટ્રક અને ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાનિ નહીં
ચોટીલા હાઇવે પર મોટીવાડી નજીક રાત્રે એક ટ્રક અને ત્રણ કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું હતું. જ્યારે અકસ્માત પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી હતી ઠેર ઠેર ડાઈવરજનના કારણે અનેક વાર હાઇવે ઉપર ટ્રાફિકજામ થાય છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકને ફોલો કર્યો હતો