મહાનગર પાલિકા કચેરી ખાતે ફુલસર વિસ્તારના લોકો દ્વારા ડિમોલેશનના વિરોધમાં હોબાળો કરી રજુઆત કરાઈ <nis:link nis:type=tag nis:id=Jansamsya nis:value=Jansamsya nis:enabled=true nis:link/>
Bhavnagar City, Bhavnagar | Dec 1, 2025
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. શહેરના ફુલસર વિસ્તાર સહિતની જગ્યા ઉપર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ડિમોલેશનની કામગીરીને લઈને ફુલસરના લોકોએ હોબાળો કરી વિરોધ કરાયો હતો. જેને પગલે વિરોધ પક્ષ સાથે મોટી સંખ્યામાં લોકો મનપાના મેયર અને કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. અને ફુલસર વિસ્તારના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.