# Jansamasya : મહે. શહેરમાં મારવાડીવાસ વિસ્તારમાં સ્થાનિકો ઉભરાતી ગટરોની સમસ્યાથી હેરાન-પરેશાન. માર્કેટયાર્ડ પાછળ આવેલ મહે. સહકારી દુધ ઉત્પાદક મંડળી પાસે આવેલ મારવાડીવાસમાં 20 ઉપર કાચા પાકા મકાનોમાં 150 ઉપર લોકો વસવાટ કરે છે. આ ઉભરાતી ગટરોની ગંદકી,તેની દુર્ઘધ, ઘરોમાં ફેલાય છે તૅમજ રોડ રસ્તા ઉપર પણ તેના ગંદા રેલાઓ રેલાતા મચ્છરો જેવા જીવજંતુઓના ઉપદ્રવ થતા રોગચાળો ફેલાય તેવી ભીતિ સર્જાતા તૅમજ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા કરાઈ રજુઆત.