રાધનપુર રોડ પર પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભક્તિ સંધ્યા નો કાર્યકમ યોજાયો, 4000 બહેનો જોડાઈ
Mahesana City, Mahesana | Sep 17, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રાજધાની ફાઉન્ડેશન દ્વારા મહેસાણામાં એક અનોખા કાર્યક્રમ, 'ભક્તિ સંધ્યા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૪૦૦૦થી વધુ બહેનો ભાગ લીધો હતો અને વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આ 'ભક્તિ સંધ્યા ' કાર્યકમ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર સામે યોજાયો હતો, આ ભક્તિ સંધ્યામાં પ્રસિદ્ધ ભજનિક ચિંતનભાઈ પટેલ તેમના કૃષ્ણ ભજન મંડળ સાથે સુંદર ભજનોની રજૂઆત કરી હતી,