વાપી: વાપીમાં યુવક-યુવતીની હત્યા કરનાર આરોપીની ધરપકડ: યુવતીએ લગ્નની ના પાડી હોવાની અદાવતમાં પૂર્વ પ્રેમીએ છરીના ઘા ઝીંક્યા
Vapi, Valsad | Sep 17, 2025 વલસાડ જિલ્લાના વાપીમાં પ્રેમ પ્રકરણમાં બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો છે. મંગળવારે વાપીના જુના ફાટક પાસે એક યુવતી અને સુરતના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીના પૂર્વ પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.