જિલ્લા કલેકટર કચેરી ખાતે DM ડૉ.મનીષ કુમાર બંસલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા
Bhavnagar City, Bhavnagar | Oct 30, 2025
'રાષ્ટ્રીય એકતા દિવસ' અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલ, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાં તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા સંકલ્પ લીધો હતો.