આમોદ: આમોદમાં ૭૦ લાખના ખર્ચે બનનારા આર.સી.સી. રોડનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
Amod, Bharuch | Nov 11, 2025 આમોદ નગરની જનતા માટે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે, આમોદમાં સર્વોદય સોસાયટી પાસેથી પસાર થતા અને જિલ્લા પંચાયત હસ્તકના અતિ મહત્વના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આ રોડના નિર્માણ માટે ૭૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.