મહે. દેવકીવણસોલ ગામે ઔડાના સદભાવના ફંડ હેઠળ રૂ. 25 લાખના વિકાસલક્ષી કાર્યોનું ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયું ખાતમુહર્ત. ત્યારે આ પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા પ્રાસંગિક સુંદર વક્તવ્ય થકી વિશેષ માર્ગદર્શન તૅમજ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે તેઓની સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવો તૅમજ તેઓનું સ્વાગત સન્માન કરી આ વિકાસલક્ષી કામોની થતી કામગીરીને બિરદાવી મોટી સંખિયામાં ઉપસ્થિત ગ્રામજનોએ ધારાસભ્યશ્રી સાથે મદદરૂપ થનાર સૌનો આભાર માન્યો હતો.