ધરમપુર: જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી નિમિત્તે નીકળનાર યાત્રાના ધરમપુર સુધીના રૂટનું સાંસદ અને મંત્રીએ નિરીક્ષણ કર્યું
બુધવારના 4:30 કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણની વિગત મુજબ ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી સમગ્ર વલસાડ જિલ્લામાં થવા જઈ રહી છે.ત્યારે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધરમપુર સુધી રૂટ યાત્રાનું ગોઠવવામાં આવ્યું છે. આજરોજ સાંસદ ધવલ પટેલ તેમજ મંત્રી નરેશ પટેલ અને ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ધરમપુર સુધીના ગોઠવવામાં આવેલા રૂટનું સ્થળ નિરીક્ષણ કર્યું હતુ.