જુના બંદર ખાતે આવેલા કાળભૈરવ મંદિરે આસ્થાભેર કાળભૈરવ જયંતિ ની ઉજવણી કરાય
Bhavnagar City, Bhavnagar | Nov 12, 2025
આજે કાલભૈરવ જયંતીને લઈને ભાવનગર શહેર અને જિલ્લામાં આસ્થાભેર કાલભૈરવ જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં ભાવનગર શહેરના લાકડીયા પુલ જૂના બંદર ખાતે આવેલા કાળભૈરવ દાદા ના મંદિરે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કાળભૈરવ જયંતિ ની ઉજવણી કરવામાં આવી જેમાં વહેલી સવારે મહા આરતી દિવસ દરમિયાન યજ્ઞ 56 ભોગ તેમજ મહા લાડુ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા તેવા મોટી સંખ્યામાં દિવસ દરમિયાન શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા.