LCB ટીમે રૂવાપરી રોડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા 3 ઈસમોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Oct 28, 2025
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રૂવાપરી રોડ, જુના કુંભારવાડા નજીક કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા હોય, જે અંગે પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, અને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.