નેત્રંગ: નેત્રંગ નગર સહિત તાલુકા ભરમાં ૨૨૬મી જન્મ જયંતિની ઉજવણી ભકિતમય વાતાવરણ કરાય.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ને બુધવારના રોજ કારતક સુદ સાતમના રોજ નેત્રંગ નગરમાં આવેલ ગાંધી બજાર સ્થિત જલારામ મંદિરનો ૨૫મો પાટોત્સવ અને જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૯ કલાકે પાદુકા પૂજન, સવારે ૧૦.૩૦ કલાકે મહા આરતી અને સવારે ૧૧.૩૦ કલાકે મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી.