પાદરા: પાદરા વિધાનસભામાં કુરાલ અને કર્ણાકુવા ગામે નવી શાળાઓનું ખાતમુહૂર્ત
Padra, Vadodara | Nov 10, 2025 પાદરા વિધાનસભામાં કુરાલ અને કર્ણાકુવા ગામે નવી શાળાઓનું ખાતમુહૂર્ત દરેક બાળકોને ઉત્તમ અને સુવિધાજનક શિક્ષણ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તે જ અનુસંધાને પાદરા વિધાનસભાના કુરાલ ગામે અંદાજિત ₹70 લાખના ખર્ચે તથા કર્ણાકુવા ગામે અંદાજિત ₹1.5 કરોડના ખર્ચે બનનાર નવીન શાળાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું.