પી.પી. સવાણી સંસ્થા, વલ્લભ સવાણી અને મહેશ સવાણી ગુજરાતના દરેક બાળકને ઉચ્ચ શિક્ષણ મળે અને ભારત કે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે વર્ષોથી એક મહાઅભિયાન ચલાવી રહ્યા છે. આ સંકલ્પને સાકાર કરવા સંસ્થા મિશનરી ભાવના સાથે કાર્યરત છે.