ભિલોડા: ભીલોડા કોટેજ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો,આશરે 550 જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા.
ભીલોડા કોટેજ હોસ્પિટલ ખાતે આજે નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકાભરના આશરે 550 જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા હતા.કેમ્પમાં તાલુકાના ટલાટી,શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ સહિતના આગેવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું.કેમ્પ દરમિયાન જીલ્લા આચાર્ય સંગના પ્રમુખ એન.ડી.પટેલે નિવેદન આપતા જણાવ્યુ હતું કે,“સમાજમાં માનવસેવા માટે દરેક વ્યક્તિએ આગળ આવીને રક્તદાન કરવું જોઈએ,કેમકે એક યુનિટ રક્ત અનેક જિંદગીઓને બચાવે છે.”