કલ્યાણપુર: નવરાત્રી દરમ્યાન સલાયામાં સફાઈ તથા સ્ટ્રીટ લાઈટ અંગે રજૂઆત.
ખંભાળિયાના સલાયામાં આગામી નવરાત્રીના તહેવારોને અનુલક્ષીને સફાઈ કામગીરી વ્યવસ્થિત થાય અને આ તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવાય તે હેતુથી સલાયાના શહેર ભાજપ પ્રમુખ અને લોહાણા નવરાત્રી સમિતીનાં ઉપપ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં સલાયાના વિવિધ વિસ્તાર જેવા કે મેઈન બજાર, રામ મંદિર શેરી, હવેલી શેરી, મહાજન વાડી શેરી, પોસ્ટ ઓફિસ શેરી, વણકર વાસ, લાલજી મંદિર શેરી, પોલીસ સ્ટેશન પાસે, બાલવી માતાજીના મંદિર વ