માંજલપુરમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા યુવકને ગતરોજ અકસ્માત નડ્યો હતો.યુપીના યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેને સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડી દીધો હતો.સમગ્ર મામલે માંજલપુર પોલીસે તપાસ હાથધરી છે.હિટ એન્ડ રન ની ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.યુવક રોડ ક્રોસ કરતો હતો તે દરમ્યાન બાઈક ચાલકે ટક્કર મારી તેને દસ ફુટ ઢસડ્યો હતો.