ભરૂચ: ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલ ધનલક્ષ્મી કરીયાણા સ્ટોરમાંથી ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
ભરૂચ એસ.ઓ.જી.નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલ ધનલક્ષ્મી કરીયાણા સ્ટોરમાં શ્રવણકુમાર ખટીક નામનો ઇસમ ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી 7 જેટલા ગેસ સિલિન્ડર અને રિફીલિંગ પાઇપ મળી કુલ 12 હજારથી વધુના મુદ્દામાલ સાથે શ્રવણકુમાર આસુરામ ખટીકને ઝડપી પાડ્યો હતો.