આમોદ: મછાસરા ગામે વીજ વિભાગની અચાનક ચેકિંગ કાર્યવાહી, અનધિકૃત જોડાણો સામે તંત્ર સક્રિય.
Amod, Bharuch | Nov 8, 2025 આમોદ તાલુકાના મછાસરા ગામે આજે વહેલી સવારે વીજ ચોરી રોકવા માટે વીજ વિભાગે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ગામલોકો સવારે આરામ માણી રહ્યા હતા તે સમયે પોલીસની ટુકડી અને વીજ વિભાગના અધિકારીઓ અનેક વાહનો સાથે ગામે પહોંચ્યા હતા. વિભાગની ટીમે ગામના અલગ-અલગ વિસ્તારોમાં પહોંચી ઘરો અને દુકાનોમાં વીજ જોડાણોની તપાસ શરૂ કરી હતી.