તાલુકાના ગઢ મડાણા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
Palanpur City, Banas Kantha | Nov 3, 2025
પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં દિવસભરના ઉકલાટ બાદ ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો છે પાલનપુરના ગઢ મડાણા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં સોમવારે રાત્રે 8:00 કલાકે વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોના પાક ખેતરમાં તૈયાર પડ્યા છે ત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.