રાજ્યમાં દીપાવલી પર્વ પહેલાં મંત્રીમંડળનાં કરાયેલાં વિસ્તરણ પછી આજે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે મંત્રીઓને જિલ્લા પ્રભારી તરીકેની નિમણૂક આપતા હુકમ જારી કર્યા છે. રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાને કચ્છના પ્રભારીની જવાબદારી અપાઈ હતી. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાને મોરબી ઉપરાંત રાજકોટના સહપ્રભારી બનાવવામાં આવ્યા હતા. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાયેલા હુકમ મુજબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરના પ્રભારી તરીકે યથાવત્ રાખવામાં આવે છે, જ્યાર