ટેટોડા ગૌ શાળાની ગુજરાત સરકારના મંત્રી પ્રવિણ માળીએ મુલાકાત લીધી....!
Deesa City, Banas Kantha | Nov 2, 2025
ડીસા તાલુકાના ટેટોડા ગામ ખાતે શ્રી રામરતન મહારાજ ગૌ શાળાની ડીસાના યુવા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવિણ માળીએ આજરોજ તા.2/11/2025 ને રવિવારના રોજ શુભેચ્છા મુલાકાત કરી હતી અને ગૌ માતાનું દિવ્ય પૂજન કર્યું. ગૌશાળાની મુલાકાત દરમિયાન તેમના દ્વારા થતી વિવિધ સેવાકીય કાર્યોની માહિતી મેળવી શુભકામનાઓ પાઠવી.