પાદરા: પાદરા તાલુકા વડુ ગામમાં રોડ કામનું ખાતમુહૂર્ત
નાગરિકોની જનસુખાકારીમાં ઉમેરો કરવાના આશય સાથે પાદરા વિધાનસભાના વડુ ખાતે અંદાજિત ₹1.20 કરોડના ખર્ચે બનનાર વડુ–મુજપુર–વગા સીમ વિસ્તારથી ટીંબીપુરા–ઝઘડીયાપુરા જોડતા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું.