ગત રાત્રીએ લગભગ દસ વાગ્યાની આસપાસ શહેરના વાસણા રોડ ડી માર્ટ પાસે આગ ની ઘટી હતી.સિદ્ધાર્થ એન્ક્લેસિસના ચોથા માળે આગ લાગી હતી.જેના કારણે દૂરદૂર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી.ઘટના ની જાણ થતા વાસણા ફાયર સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર કાબુ મેળવ્યો હતો.ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.આગ ની આ ઘટનામાં ટેરેસ પર મૂકેલું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતુ.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નથી.