ભાવનગર: વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને મેયર અને કમિશનરે અકવાડા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી
ભાવનગર શહેરમાં પડેલા વરસાદને લઈને મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે ભાવનગર શહેરના અકવાડા, હાદાનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને મહાનગરપાલિકાના મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પાણીના નિકાલ અંગે અધિકારીઓને સૂચના આપી સમીક્ષા કરી હતી.