ગોધરા: જાફરાબાદ વિસ્તારમાં આવેલી શાળામાં જિલ્લાકક્ષાના બે દિવસીય કલા મહાકુંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ગોધરામાં પંચમહાલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરીના સંયોજન સાથે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૫-૨૬નો રંગારંગ આરંભ થયો. શ્રી સ્વામીનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેક્નો સ્કૂલ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં જિલ્લા પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. તાલુકા સ્તરે વિજેતા બનેલા કલાકારો, યુવાનો અને વિદ્યાર્થીઓએ નૃત્ય, સંગીત, નાટક, લોકકલા અને ચિત્રકળા જેવી સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું.