કાલાવાડ: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ્ હસ્તે દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી'જીના જન્મ દિવસની ઉજવણી અને " ઓપરેશન સિંદુર"ની ભવ્ય સફળતા અન્વયે ધ્રોલ અને જોડીયા કર્મચારીઓ, શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજે દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે "નમો કે નામ રક્તદાન કેમ્પ" નું આયોજન કરવામાં આવ્યું હતુ, આ રક્તદાન કેમ્પ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરવા માટે ઉત્સાહ દાખવતા અભિનંદન પાઠવ્યા હતા.