મહુવા: અઢી વર્ષથી દારૂનો ભાગેડુ મહુવા બસ સ્ટેન્ડ પાસે પકડાયો.
Mahuva, Surat | Oct 30, 2025 સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પક્ડવા માટે આયોજિત સ્પેશ્યલ ડ્રાઇવમાં મોટી સફળતા મળી છે. સુરત ગ્રામ્ય લોક્લ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડની સંયુક્ત ટીમે મહુવા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.