સુરેન્દ્રનગર શહેરના રાધે ટેનામેન્ટ વિસ્તારમાં રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે બનાવ અંગે જાણ થતા ફાયર ની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગ્યા બાદ મકાનના બીજા માળે પતંગ દોરી હોવાથી આગ પ્રસરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.