ખેડબ્રહ્મા: શહેરના અંબિકા માતાજી મંદિરે સમસ્ત ભાવસાર સમાજનો નવચંડી યજ્ઞ યોજાયો
આજે બપોરે 12 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા શહેરના અંબિકા માતાજી મંદિરે સમસ્ત ભાવસાર સમાજના કુળદેવી હિંગળાજ માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો હતો. જેમાં વાજતે ગાજતે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સાથે અંબિકા માતાજી મંદિરે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ નવચંડી યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ઈડર,વડાલી,ખેડબ્રહ્મા સહિત અન્ય તાલુકા અને શહેરમાં વસવાટ કરતા ભાવસાર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.