વડોદરા પૂર્વ: ખેડૂતોએ કહ્યું કલેક્ટર કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ અમારી ફાઇલો દબાવી રાખે છે.
કલેક્ટર કચેરીના કર્મચારીઓએ તમામ હદ વટાવી દીધી છે. કલેક્ટર કચેરી ના ભ્રષ્ટ કર્મચારીઓએ ખેડૂતોની NA કરવાની ફાઇલો દબાવી રાખી હોવાના આરોપ ખેડૂતોએ લગાવ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે કાયદાથી ઉપરવટ જઈ 200 થી વધુ ફાઇલો અટકાવી રાખી છે.સમગ્ર મામલે ખેડૂત હિત રક્ષક સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે.ખેડૂતો નું કહેવું છે કે પારદર્શિતાની વાતો માત્ર કહેવા પૂરતી જ છે.જેના કારણે સરકારી બાબુઓના પાપે સેંકડો ખેડૂતો અટવાયા છે.