મહુવા: વરસાદી વિઘ્ન વચ્ચે મહુવા સુગરમિલમાં શેરડીનું પિલાણ થયું શરૂ..
Mahuva, Surat | Oct 26, 2025 હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો સાથે સુગરમિલો પર એની ભારે અસર જોવા મળી હતી જોકે વરસાદની શરુઆત પહેલા કાપણી થયેલી શેરડીઓ સુગરમિલ સુધી પહોંચી જતા લાભ પાચમના શુભ અવસરે સુગરમિલ નું પીલાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.સુગરમિલમાં આ લાંબી કતારમાં ઉભેલ ટ્રક જે હવે સિઝનના અંત સુધી સતત ધમધમતી જોવા મળશે તે પણ વરસાદી માહોલ વચ્ચે હાલ સુગરમિલમાં જોવા મળી રહી છે શેરડી ના પીલાણ ની શરૂઆત અને વરસાદે ફરી કર્યું ચોમાસા જેવું વાતાવરણ