શહેરના ST વર્કશોપ પાસે નાળામાં પાણી ભરાતા નગરસેવક દ્વારા શરૂ વરસાદે જીવના જોખમે કચેરો સાફ કરાયો
Bhavnagar City, Bhavnagar | Oct 27, 2025
ભાવનગર શહેરમાં સતત વરસાદી વાતાવરણ છવાયું છે. સતત પડી રહેલા વરસાદને લઇને શહેરના ચિત્રા વિસ્તારમાં નાળામાં કચરો ફસાઈ જતા પાણી અટકાઈ જતા લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા સ્થાનિક નગરસેવક કાંતિભાઈ ગોહેલ જીવના જોખમે નાળામાં ઉતરી કચરો સાફ કરાયો હતો. કચરો સાફ થઇ જતા પાણીનો નિકાલ થયો હતો.