અંજાર: જી.આઈ.ડી.સીમાં આવેલ ગોડાઉનમાંથી કુલ્લ ૮૧,૦૬,૭૨૦/- નો વિદેશી દારૂનો જથ્થો અંજાર પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | Sep 17, 2025 અંજાર પોલીસે ગત મોડી રાત્રે જીઆઇડીસીના 69 નંબરના ગોદામ સુધી કેસ્ટર ઓઇલની આડમાં પહોંચેલા રૂ.81 લાખ 6 હજાર ની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. રાજસ્થાનના લિસ્ટેડ બુટલેગરનો દારૂ ઝડપાયો પણ આરોપી દરોડા સમયે હાથ લાગ્યા ન હતા.દારુનો મોટો જથ્થો તથા કાર જપ્ત કરી સાત સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં અંજાર પીઆઈ એ આર ગોહિલ સાથે અંજાર પોલીસ મથકની ટીમ જોડાઇ હતી.