ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી મધુવન સોસાયટીના રહેણાંકી મકાનમાં વીજ મીટરમાં આગ લાગવાની ઘટના બની હતી. મધુવન સોસાયટીમાં આવેલા રહેણાંકી મકાનમાં 20 મીટર માં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઈ હતી. ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો.