નડિયાદ: યોગીનગર ખાતે બાળ વિકાસ યોજના અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ
નડિયાદના યોગીનગર સેજા ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓએ ટેકહોમરાશન અને મીલેટ નો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવી હતી કાર્યક્રમ દરમિયાન બાલ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ જેવા ટેક ફોર્મ રાશનથી બનાવેલ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને તેના ઉપયોગથી થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યો હતો.