સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા યાત્રાના પૂર્ણાહૂતિ સમારોહમાં સહભાગી થવા માટે ગુજરાતમાં પ્રથમ વખત પધારી રહેલા ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્નનનું વડોદરામાં એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ એકતાનગર ખાતે જવા રવાના થયા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,મેયર પિન્કીબેન સોની,પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર,કલેક્ટર ડો.અનિલ ધામેલિયા,એરફોર્સના અધિકારી આર. એસ. ભંડારીએ ઉપરાષ્ટ્રપતિ મેં આવકાર્યા હતા.