ખેડબ્રહ્મા: હાઈવે રોડ પરના નવી મેત્રાલ નજીક બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો: રિક્ષા નાળામાં ખાબકી..!
ખેડબ્રહ્મા અંબાજી હાઈવે રોડ ઉપર આવેલ નવી મેત્રાલ નજીક અંદાજિત આજે સવારે 11 વાગ્યા ની આસપાસ બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસે આગળ જઈ રહેલ લોડીંગ રીક્ષા ને પાછળથી ટક્કર મારતા રીક્ષા ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી ને નાળામાં ખાબકી હતી. ત્યારે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.