હાલોલના એક ગામમાંથી પીડિતાએ હાલોલ 181 મા કોલ કરીને જણાવેલ કે તેમના પતીને અન્ય સ્ત્રી સાથે સબંધ છે માટે તેને કાઉન્સેલિંગ ની જરૂર છે જેથી 181 ની ટીમે ઘટના સ્થળે પહોંચી પીડિતાનું કાઉન્સેલિંગ કરેલ અને તેમના પતિને સમજાવેલ અને તેમને કાયદાકીય માહિતી આપેલ અને તેમનું કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ અને તેમના દ્વારા તેમની પત્નિ ની માફી માંગવામાં આવી હતી અને બીજી વાર આવી ભૂલ ન કરવાની પરિવાર અને હાલોલ 181 ટિમ સમક્ષ બાહેંધરી આપવામાં આવી હતી