બનાસકાંઠા અને વાવ–થરાદ જિલ્લાઓમાં શનિવારે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જ્યારે થરાદ કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.