ચુડા: ચુડા તાલુકાનાં ગોખરવાળા ગામમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચુડા પોલીસમાં રજૂઆત કરવા આવી
ગોખરવાળા ગામનાં સરપંચ પતિ આરીફભાઇ સીદાતરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગામ લોકો ની જાણ બહાર અજાણ્યા શખ્સો દ્વારા માછલીઓનું બીજ ડેમમાં નાખી અને પંચાયતની મંજૂરી વગર માછીમારી કરતાં હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ગોખરવાળા ગામનાં સરપંચ શહેનાજબેન સીદાતરે ચુડા પોલીસ સ્ટેશનમાં લેખીત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે ગોખરવાળા ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા આ કૃત્ય કરનાર શખ્સોને ઝડપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.