ગાંધીધામ: એ ડિવિઝન વિસ્તારમાંથી હાઇવે પર કારમાં લઈ જવાતો બીયરનો જથ્થો LCB પોલીસે ઝડપ્યો
LCB પોલીસે બાતમીના આધારે એ ડિવિઝન વિસ્તારમાં ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઇવે પર નંબર પ્લેટ વગરની ઈનોવા કારને રોકવાનો પ્રયાસ કરાતા, ચાલક ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શીવમ નરેંદ્રસિંહ જાડેજા (રહે. ભચાઉ) ટ્રાફિકનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી 500 mlના બીયરના 1056 ટીન (કિ.₹2,32,320/-) અને ઇનોવા કાર મળી કુલ ₹7,32,320/- નો મુદ્દામાલ કબજે કરી, કાયદેસરની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.