સુરત શહેર ઈકો સેલ ક્રાઇમ બ્રાંચ પોલીસે એક સુ-આયોજિત કાવતરૂ રચીને સરકારી જમીનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ એક ફરિયાદીને સરકારી જમીન સસ્તા ભાવે અપાવવાની લાલચ આપીને વિશ્વાસઘાત કર્યો હતો અને ₹૧૨ કરોડની માતબર રકમ પડાવી લીધી હતી.ફરિયાદી કરમશીભાઈ જકશીભાઈ દેસાઈને આરોપીઓએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની સરકારી જમીન ₹૧૦૦ કરોડની હોવા છતાં, માત્ર ₹૧૫ કરોડમાં અપાવવાની લાલચ આપી હતી.