ગોધરામાં લીલેશરા તકવા મસ્જિદ પાસે સમાધાન માટે બોલાવવામાં આવેલ ઇમ્તિયાઝ ઘાંચી પર મુખ્ય આરોપી મોહેબૂબભાઈ હઠીલાએ ચપ્પાથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. મુખ્ય આરોપી મોહેબૂબભાઈએ પંચમહાલ જિલ્લા સેશન કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. સરકારી વકીલ રાકેશ ઠાકોરની દલીલ અને તપાસ અધિકારીએ રજૂ કરેલા એફીડેવિટના આધારે કોર્ટ દ્વારા આ અપરાધના ગંભીર સ્વભાવને ધ્યા