અંકલેશ્વર: દિલ્લી વિસ્ફોટને લઈ જીઆઇડીસી પોલીસે ચેકીંગ હાથ ધર્યું
દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટમાં 12 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને સતર્કતા વધારી દેવામાં આવી છે.કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યના બોર્ડર, હાઈવે અને રેલવે સ્ટેશનો પર ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું.